Expart Lecture Economics
Presentation by : હેમિલ્ટન મહીડા
Date : 23/02/2026
Day : Monday
College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY. RAJPIPLA, JITANAGAR
આજ રોજ ૨૩ ફેબ્રુઆરી, બિરસાં મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે સ્કૂલો આર્ટસમાં Expart Lecture Economics નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્કૂલ આર્ટસ અને સ્કૂલ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ શ્રી ડો. અમિત ડોલકીયા સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ શ્રી ડો. અમિત ડોલકીયા સાહેબ તેમજ economics ના સાહેબ શ્રી ઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને Expart Lecture ના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી હેમિલ્ટન મહિડા હતા. જેઓ હમણાં ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી નિભાવી રહ્યા છે. આ સાહેબ ભૂતકાળમાં અમારી કોલેજમાં પણ શિક્ષણ પાઠવ્યું હતું. જેથી વર્તમાન સમયમાં છેલ્લા સેમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જાણીતા હતા. ત્યારબાદ તેમનું પ્રિન્સિપાલ સાહેબે તેમજ સાહેબ શ્રી ઓ અને વિદ્યાર્થીઓએ રદય પુર્વક સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ તે સાહેબે અમને "બજાર માંડખા" વિશે વિસ્તૃત પૂર્વક માહિતી આપી હતી. "બજાર માળખું એટલે બજારમાં વેચાણકર્તા ઓની સંખ્યા, ઉત્પાદનનો સ્વભાવ અને સ્પર્ધાની સ્થિતિ પ્રમાણે બજારની જે રચના બને તેને બજાર માળખું કહેવાય.
સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ : સ્થિર ખર્ચ એટલે બજારમાં પુરવઠો વધે કે ઘટે પણ ભાવ સ્થિર રહે તેને સ્થિર ખર્ચ કહેવાય. અને અસ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધારે થાય તો ખર્ચ વધે અને ઉત્પાદન ઓછું થાય તો ખર્ચ ધટે.
ઇજારો : ઈજારો એટલે માત્ર એક જે વ્યક્તિ વેચનારો હોય અને ખરીદનાર પાસે કોઈ વિકલ્પ ન હોય તેને ઈજારો કહેવાય. ઈજારા ના ચાર પ્રકારો છે. ૧. કાનૂની ઈજારો
૨. પ્રાકૃતિક ઈજારો
૩. ખાનગી ઈજારો
૪. સરકારી ઇજારો
ઉદાહરણ : ભારતમાં લાંબા સમય સુધી રેલવે સેવા પર સરકારનો ઈજારો હતો.
આવક ના ખ્યાલો : આવક ના ખ્યાલો એટલે અર્થતંત્રની આવક સમજાવતી વિવિધ રીતો. આવક ના મુખ્ય ખ્યાલો નીચે મુજબ છે.
૧. રાષ્ટ્રીય આવક
૨. વ્યક્તિગત આવક
૩. વપરાશ લાયક આવક
૪. પ્રતિ વ્યક્તિ આવક
ખર્ચના વિવિધ ખ્યાલો : ઉત્પાદન કરતી વખતે જે અલગ અલગ પ્રકારના ખર્ચ થાય છે તેને ખર્ચના વિવિધ ખ્યાલો કહે છે.
૧. સ્થિર ખર્ચ
૨. સીમાંત ખર્ચ
૩. સરેરાશ ખર્ચ
૪. કુલ ખર્ચ
તેમજ પ્રશ્નો અમને આકૃતિ દોરી વિસ્તૃત પૂર્વક સમજાવ્યા. વચ્ચે વચ્ચે ઘણા સવાલો પણ કર્યા જેનો વિદ્યાર્થીઓ એ ખુબ સરસ જવાબ આપ્યો જેથી અમને સારી રીતે સમજ પડી તેમજ અર્થશાસ્ત્ર નો આગળ કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ જાણકારી આપી.
આમ આ સાહેબે અમારો ૩:૦૦ કલાક લેક્ચર લીધો. જેમાં અમને economics વિષય માં સારી એવી જાણકારી આપી જે અમારા અભ્યાસને સરળ બનાવે છે. ત્યારબાદ આ સાહેબનો આભાર માનિને પ્રોગ્રામ ને સફળ કરવામાં આવ્યો હતો.
લિ. પિયુષ વસાવા

No comments:
Post a Comment