Monday, February 23, 2026

Expart Lecture Economics



Expart Lecture Economics


Presentation by : હેમિલ્ટન મહીડા 


Date : 23/02/2026


Day : Monday 


College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY.                      RAJPIPLA, JITANAGAR

 

                          આજ રોજ ૨૩ ફેબ્રુઆરી, બિરસાં મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે સ્કૂલો આર્ટસમાં Expart Lecture Economics નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્કૂલ આર્ટસ અને સ્કૂલ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ શ્રી ડો. અમિત ડોલકીયા સાહેબ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ શ્રી ડો. અમિત ડોલકીયા સાહેબ તેમજ economics ના સાહેબ શ્રી ઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને Expart Lecture ના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી હેમિલ્ટન મહિડા હતા. જેઓ હમણાં ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી  નિભાવી રહ્યા છે. આ સાહેબ ભૂતકાળમાં અમારી કોલેજમાં પણ શિક્ષણ પાઠવ્યું હતું. જેથી વર્તમાન સમયમાં છેલ્લા સેમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જાણીતા હતા. ત્યારબાદ તેમનું પ્રિન્સિપાલ સાહેબે તેમજ સાહેબ શ્રી ઓ અને વિદ્યાર્થીઓએ રદય પુર્વક સ્વાગત કર્યું હતું. 


                      ત્યારબાદ તે સાહેબે અમને "બજાર માંડખા" વિશે વિસ્તૃત પૂર્વક માહિતી આપી હતી. "બજાર માળખું એટલે બજારમાં વેચાણકર્તા ઓની સંખ્યા, ઉત્પાદનનો સ્વભાવ અને સ્પર્ધાની સ્થિતિ પ્રમાણે બજારની જે રચના બને તેને બજાર માળખું કહેવાય. 


           સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ : સ્થિર ખર્ચ એટલે બજારમાં પુરવઠો વધે કે ઘટે પણ ભાવ સ્થિર રહે તેને સ્થિર ખર્ચ કહેવાય. અને અસ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધારે થાય તો ખર્ચ વધે અને ઉત્પાદન ઓછું થાય તો ખર્ચ ધટે.


     ઇજારો : ઈજારો એટલે માત્ર એક જે વ્યક્તિ વેચનારો હોય અને ખરીદનાર પાસે કોઈ વિકલ્પ ન હોય તેને ઈજારો કહેવાય. ઈજારા ના ચાર પ્રકારો છે.                                                     ૧. કાનૂની ઈજારો

 ૨. પ્રાકૃતિક  ઈજારો

 ૩. ખાનગી ઈજારો 

 ૪. સરકારી ઇજારો 

ઉદાહરણ : ભારતમાં લાંબા સમય સુધી રેલવે સેવા પર સરકારનો ઈજારો હતો.


આવક ના ખ્યાલો : આવક ના ખ્યાલો એટલે અર્થતંત્રની આવક સમજાવતી વિવિધ રીતો. આવક ના મુખ્ય ખ્યાલો નીચે મુજબ છે.

૧. રાષ્ટ્રીય આવક 

૨. વ્યક્તિગત આવક 

૩. વપરાશ લાયક આવક 

૪. પ્રતિ વ્યક્તિ આવક  

   

  ખર્ચના વિવિધ ખ્યાલો : ઉત્પાદન કરતી વખતે જે અલગ અલગ પ્રકારના ખર્ચ થાય છે તેને ખર્ચના વિવિધ ખ્યાલો કહે છે.

૧. સ્થિર ખર્ચ 

૨. સીમાંત ખર્ચ 

૩. સરેરાશ ખર્ચ 

૪. કુલ ખર્ચ


               તેમજ પ્રશ્નો અમને આકૃતિ દોરી વિસ્તૃત પૂર્વક સમજાવ્યા. વચ્ચે વચ્ચે ઘણા સવાલો પણ કર્યા જેનો વિદ્યાર્થીઓ એ ખુબ સરસ જવાબ આપ્યો જેથી અમને સારી રીતે સમજ પડી તેમજ અર્થશાસ્ત્ર નો આગળ કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ જાણકારી આપી. 


                  આમ આ સાહેબે અમારો ૩:૦૦ કલાક લેક્ચર લીધો. જેમાં અમને economics વિષય માં સારી એવી જાણકારી આપી જે અમારા અભ્યાસને સરળ બનાવે છે. ત્યારબાદ આ સાહેબનો આભાર માનિને પ્રોગ્રામ ને સફળ કરવામાં આવ્યો હતો.


                                                        લિ. પિયુષ વસાવા 

                                             

Tuesday, January 20, 2026

મારો યાદગાર પ્રવાસ

                          હું એક વર્ષ પહેલાં મારા પરિવાર સાથે ગીરનાર પ્રવાસે ગયો હતો. ગીરનાર ગુજરાત રાજ્યના જુનાગઢ શહેર નજીક આવેલો એક પ્રખ્યાત અને પવિત્ર પર્વત છે. આ પર્વત તેની ધાર્મિક મહત્તા અને કુદરતી સૌંદર્ય માટે સમગ્ર ભારતમાં જાણીતો છે. ગીરનાર ને હિંદુ  ધર્મમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. અહીં આવતા જ મને શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થયો. ગીરનાર પર ચડવાનું સવારમાં શરૂ કર્યું. ઊંચા પર્વત પર ચડવા માટે હજારો સીડીઓ બનાવવામાં આવેલી છે. અંબાજી માતાના મંદિર સુધી ઉડન-ખટોલાની સુવિધા પણ કરવામાં આવી છે જે પર્વત ની મધ્ય માં આવેલું છે. પણ અમે ધીમે ધીમે સીડીઓ ચડીને ઉપર ચડવા લાગ્યા થોડીવાર થાક લાગી પણ પછી જેમ જેમ ઉપર ચડતા ગયા તેમ ત્યાં ની ચોખ્ખી હવા અને તાજગી ભર્યો પવન થી અમારી થાક ઓછી થઈ અમે મહાશિવરાત્રી નો મેળો ભરાય છે ત્યારે ગયા હતા જેથી ત્યાં ધણા યાત્રાળુઓ હતા.

                      ગીરનાર પર અનેક પવિત્ર મંદિરો આવેલાં છે. અમે પહેલા ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ આગળ ચડતાં દત્તાત્રેય મંદિર અને જૈન મંદિરોના દર્શન કર્યા. મંદિરમાં પૂજા-અર્ચના કરીને મનને અદભુત શાંતિ મળી. મંદિર પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈને મને ખૂબ ગમ્યું. આ પર્વત પર ચોખ્ખી હવા થી શરીરમાં એકદમ તાજગી આવી ગઈ હતી. ઉપર પહોંચ્યા પછી પર્વત પરથી દેખાતું કુદરતી દ્રશ્ય રમણીય હતું. દૂર દૂર સુધી ફેલાયેલા પર્વતો, હરિયાળા જંગલો અને જુનાગઢ શહેરનો નજારો આંખોને ઠંડક આપતો હતો. ત્યાં ઊભા રહીને મને કુદરતની મહાનતા સમજાઈ. થાક હોવા છતાં આ સુંદર દ્રશ્ય જોઈને સારો આનંદ આવ્યો.

                ત્યારબાદ અમે ગીરનાર પર્વત ઉપર થી ઉતર્યા તે દિવસે અમે નાઈટ ત્યાં જ રોકાયા હતા. ત્યાં રહેવાની પણ સારી સુવિધા હતી. ત્યાં નીચે પણ ધણા નાના-મોટા મંદિરો આવેલા છે. ત્યાં ચોમાસું પત્યા બાદ જ્યારે પર્વત લીલો થઈ જાય છે ત્યારે એ પર્વત ની પરિક્રમા નું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે પણ ધણા  લોકો ત્યાં જાય છે. આમ આટલો મારો ત્યાં નો અનુભવ છે.

Sunday, December 28, 2025

પત્ર લેખન

                 અમારી સોસાયટીમાં કચરો સાફ કરવાના બાબત નગરપાલિકા પત્ર

                                             ‌      વસાવા પિયુષ કુમાર 

                                                   ગામ: રામપરા  

                                                   તા:રાજપીપળા

                                                   જી: નર્મદા  

                                                   પીન કોડ: ૩૯૩૧૪૫  

                                                   તા: ૧૨/૫/૨૦૨૫

 પ્રતિ,                                                                        નગરપાલિકા                                                              

વિષય: અમારી સોસાયટીમાં કચરો નિયમિત રીતે સાફ કરવા બાબત.                                                      

                      અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી કચરો નિયમિત રીતે ઉઠાવવામાં આવતો નથી. પરિણામે કચરો એકઠો થઈ ગયો છે અને આસપાસ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે. આ કારણે રહેવાસીઓના આરોગ્યને નુકસાન થવાની શક્યતા છે.

                     આથી આપને વિનંતી છે કે અમારી સોસાયટીમાં નિયમિત રીતે કચરો ઉઠાવવાની અને સફાઈ કરવાની વ્યવસ્થા કરવી જેથી સોસાયટીમાં રોગચાળો ફેલાવાથી અટકે અને સોસાયટીમાં સ્વચ્છતા જળવાઈ રહે.


આપની સહકાર માટે આભારી રહીશું.

                      

                                           એક નાગરિક તરીકે પિયુષ 

                                                સહિ: V.P.S

મારો એક દિવસ

                          દરેક દિવસ મારા જીવનમાં નવી સીખ આપતો હોય છે. હું સવારે વહેલા ઉઠું છું અને દાંત સાફ કરું છું ત્યારબાદ હું હું સ્નાન કરું છું અને સ્વચ્છ કપડા પહેરું છું ભગવાનને પ્રાર્થના કરું છું થોડીવાર કસરત કરું છું ત્યારબાદ  નાસ્તો કરું છું અને કોલેજ જાઉ છું ત્યાંના શિક્ષકો દ્વારા અમને રોજ નવું જાણવાનું મળે છે, રોજ નવું કંઈક શીખવે છે અને સારી સલાહ આપે છે. અને બપોરે રિસેસના સમયે હું મારા મિત્રો જોડે વાતો કરું છું અને રિસેસ નો સમય પૂરો થયા બાદ ફરીથી શિક્ષણ કાર્યમાં જોડાઈ જાવ છું ત્યારબાદ થોડા સમય પછી કોલેજ પૂર્ણ થયા બાદ હું ઘરે આવું છું. 

                         ઘરે આવી હું હાથ પગ ધોવી થોડીવાર આરામ કરું છું કોલેજના ગૃહ કાર્ય કરું છું ગામના મિત્રો જોડે થોડીવાર બેસું છું ત્યારબાદ થોડીવાર ટીવી કે મોબાઈલ માં સમય પસાર કરું છુ. ત્યારબાદ માતા પિતાને કામમાં મદદ કરું છું અંને સાંજે ઘરના સભ્યો બધા બેઠા હોય ત્યાં હું પણ થોડીવાર બેસું છું અને તેમની વાતો સાંભળું છું ત્યારબાદ સાંજનું જમવાનું કરીને થોડા સમય બાદ હું વાંચવા માટે બેસું છું અને વાંચવાનું પૂર્ણ કર્યા બાદ ભગવાનને પ્રાર્થના કરી સમયસર સુઈ જાવ છું. આ મારો એક દિવસ આનંદથી પસાર થાય છે.                       

                                  લિ. વસાવા પિયુષકુમાર

Tuesday, December 16, 2025

વ્યક્તિના ખરાબ કર્મોનું ફળ

                           આ વાર્તામાં બે એવા પરિવારની વાત કરવામાં આવી છે. જેવો પોતાના કુળદેવી ઓનાં મદદથી લોકોને હેરાન પરેશાન કરતા હતા જે કહાની કંઈક આવી છે. 

                           એ ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે વૃદ્ધ માણસની પત્ની નું મૃત્યુ ભૂતકાળમાં પાંચેક વર્ષમાં થયું હતું. તેમના ત્રણ છોકરાઓ પણ હતા. એક છોકરા જોડે તે રહેતો હતો. જેના પત્ની અને તેમના પણ છોકરા હતા. બીજો છોકરો તેમની બાજુમાં રહેતો હતો પણ તેની સાથે આ છોકરા નો સંબંધ હતો. અને ત્રીજો છોકરો બહાર શિક્ષકની નોકરી કરતો હતો આ વૃદ્ધ માણસનું નામ "કાંતિલાલ" હતું. કાંતિલાલ ના ઘર ની આગળ "ભીમાભાઇ" અને "કમળાબેન" નું ઘર હતું. આ બંને પરિવારમાંથી કાંતિલાલ ભીમાભાઇ કમળાબેન આ ત્રણ જણ આખી રાત દિવસ લોકોને બુરાઈ કર્યા કરતા ભીમાભાઇ ને ત્યાં દારૂનો પણ ધંધો કરતા હતા ભીમાભાઇને ત્યાં મસાની માં મેલડી નું સ્થાનિગ હતું મસામાં મેલડીને દર વર્ષે આઠમના દિવસે બકરાની બલી આપતા જે ભીમાભાઇના ચાર ભાઈઓ પણ હતા જો વારાફરતી માનતા પૂર્ણ કરતા હતા. આ બાજુ કાંતિલાલ ને ત્યાં પણ ભાથીજી મહારાજનું સ્થાનિગ હતું. કાંતિલાલ ને ભાથીજી ઉતરતા અને ભીમાભાઇને મેલડીમાં ઉતરતા હતા. પણ કાંતિલાલ ને ગામમાં કોઈ પસંદ ન કરતા કારણ કે તે લોકોનો કોઈ દિવસ પણ સારું ઈચ્છતા ન હતા. અને લોકો જોડે ખરાબ વર્તન કરતા હતા. ગામના છોકરાઓ શાળામાં રમવા જતા તો તેમને રમવા પણ ન દેતા અને તેમને મારવા પાછળ દોડતા એટલે કાંતિલાલને કોઈ પસંદ ન કરતા. એકવાર તો આ વૃદ્ધ કાંતિલાલે પોતાની દીકરીના પતિને જીવતો કરવા એક રાત ઘરમાં રાખેલો પણ જીવતો ન થયો. ત્યારબાદ થોડા સમય પછી કાંતિલાલના ખરાબ કર્મના કારણે તેમની તબિયત બગડી ત્યારે તેની ચાકરી ન તો તેનો દીકરો કરતો કે ન દીકરા ની પત્ની કરતી જેથી તેની તબિયત વધારે બગડી અને બીમાર પડ્યા અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું હતું.

બોધ: જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું હંમેશા ખરાબ જ થાય છે. 

                                       લિ. પિયુષકુમાર વસાવા 

Monday, December 15, 2025

સત્યની જીત

                                  એક વખતની વાત છે. એક ગામ હતું. આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. પણ તેમાં સૌથી ઓળખીતું નામ કિશન હતું કિશન ગરીબ હતો. પરંતુ ખૂબ જ મહેનતી અને સત્યવાદી હતો. તે રોજ ગામની બહાર ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે કિશનને જમીન ખોદતા એક જૂનો ઘડો મળ્યો ધડામા સોનાના સિક્કા ભરેલા હતા. થોડીવાર કિશન ડરી ગયો પરંતુ તરત જ તેને તેના પિતાની વાત યાદ આવી કે "દીકરા જે આપણું નથી તે ક્યારેય પોતાનું નહીં માનવું નહીં." કિશન ઘડો લઈને સીધો ગામના વડીલો પાસે ગયો ગામના વડીલો બધું ધ્યાનથી સાંભળ્યું. થોડા સમયમાં ખબર પડી કે આ સોનાનો ઘડો વર્ષો પહેલા ગામના એક વૃદ્ધ વેપારીનો હતો પણ ખોવાઈ ગયેલો ત્યારે તે વૃદ્ધ વેપારીને બોલાવ્યો તેને કિશનને પૂછ્યું "દીકરા તને ખબર હતી કે આ ઘડો કીમતી છે તો પણ તું મને આપ્યો."

                                   કિશન એ નમ્રતાથી જવાબ આપ્યો "હા કારણકે સત્ય અને ઈમાનદારી પૈસાથી વધારે મહત્વની છે."વૃદ્ધ વેપારી કિશનની ઈમાનદારી જોઈ ખૂબ જ ખુશ થયા તેણે ગામના બધા લોકો સામે કહ્યું કે સોનાનો અડધો ભાગ કિશનને ઇનામ તરીકે આપશે. પણ કિસને કહ્યું "મારે ઇનામ નથી જોઈતું મને બસ તમારી ખુશી જોઈએ."ગામના વડાએ કિશનની ઈમાનદારીથી ખુશ થઈને ગામની શાળામાં તેને નોકરી આપી અને આવી રીતે કિશન નું જીવન ગરીબાઈ માંથી બદલાય અને સારું અને સરળ બન્યું અને કિશન ગામનો એક આદર્શ વ્યક્તિ બની સારી રીતે જીવન જીવવા લાગ્યો.

બોધ: ઈમાનદારી માણસને સાચી સફળતા સાચી સફળતા આપે છે.

                                         લિ. પિયુષકુમાર વસાવા 

                         

Tuesday, November 11, 2025

YouTube

                       આ youtube ની વેબસાઈટ છે. જેને આપણે ઓપન કરીએ એટલે તેમાં શોર્ટ વિડિયોઝ તેમજ પિક્ચર ચેનલો ન વિડીયો આવે છે આ વેબસાઈટમાં સર્ચ નો ઓપ્શન પણ હોય છે જેમાં આપણે જે પિક્ચર કે ચેનલ જોવું હોય તેનું નામ સર્ચ કરીને જોઈ શકીએ છીએ આ વેબસાઈટમાં આપણે અકાઉન્ટ પણ બનાવી શકીએ છીએ તેમાં વીડિયો અપલોડ કરી શકે છે જેમાં આપણા વ્યુઞ વધતા આપણે તેમાંથી આવક પણ મળે છે. તેમજ આપણી જે ચેનલ હોય તેમાં સબસ્ક્રાઇબ વધતા ગોલ્ડન પે બટન પણ આપવામાં 


 આવે છે આ વેબસાઈટમાં ડાઉનલોડ નું ઓપ્શન પણ આપેલું હોય છે જેથી આપણને મનગમતો વિડીયો આપણે ડાઉનલોડ પણ કરી શકે છે.

                        આ વેબસાઈટની બીજી પણ વેબસાઈટો છે જેનું નામ વાઇટી સ્ટુડિયો, youtube કીડ્સ, youtube મ્યુઝીક વગેરે વેબસાઈટ છે. આ વેબસાઈટમાં આપણી કોઈ પ્રોગ્રામ લાઈવ પણ બતાવી શકીએ છીએ આ વેબસાઈટમાં આપણી કોઈપણ વિડીયો જોઈએ છીએ અને તે આપણને પસંદ આવે છે તો આપણે ત્યાં બેલ લાઈકનનું બટન આપેલુ હોય છે તેને પ્રેસ પણ કરી શકે છે અથવા લાઇક કોમેન્ટ કરી શકાય છે.  આપણને કોઈપણ માહિતી જે ના સમજાતી હોય તે આ વેબસાઈટ પર જઈ તે માહિતી સમજી શકાય છે. youtube ની આ વેબસાઈટ google સાથે પણ કનેક્ટેડ થયેલી છે જેથી આપણે જે google માં જે માહિતી સર્ચ મારીએ છીએ તે માહિતી youtube પરથી મળી જાય છે આ વેબસાઈટ થી ઘણા લોકો અમુક માહિતી ઘરે બેઠા જાણી શકે છે. આ વેબસાઈટમાં હીસ્ટોરી નું પણ ઓપ્શન છે જેમાં આપણે કોઈપણ વિડીયો જોઈએ છે તે તેમાં બતાવે છે. 

                       આ વેબસાઈટમાં આપણી જે ચેનલ હોય તેમાં આપણે જે વિડિયો અપલોડ કરેલા હોય તેને કેટલા વ્યૂઝ હોય છે કેટલો સમય કેટલા લાયક કોમેન્ટ બધુ અંદર બતાવે છે આ વેબસાઈટમાં થી કેટલી આવક થાય તે પણ બતાવે છે.

                 આમ આ વેબસાઈટ બહુ મહત્વની છે. 

                    લિ. પિયુષ વસાવા 

   

Expart Lecture Economics

Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા  Date : 23/02/2026 Day : Monday  College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY.         ...