Sunday, December 28, 2025
મારો એક દિવસ
દરેક દિવસ મારા જીવનમાં નવી સીખ આપતો હોય છે. હું સવારે વહેલા ઉઠું છું અને દાંત સાફ કરું છું ત્યારબાદ હું હું સ્નાન કરું છું અને સ્વચ્છ કપડા પહેરું છું ભગવાનને પ્રાર્થના કરું છું થોડીવાર કસરત કરું છું ત્યારબાદ નાસ્તો કરું છું અને કોલેજ જાઉ છું ત્યાંના શિક્ષકો દ્વારા અમને રોજ નવું જાણવાનું મળે છે, રોજ નવું કંઈક શીખવે છે અને સારી સલાહ આપે છે. અને બપોરે રિસેસના સમયે હું મારા મિત્રો જોડે વાતો કરું છું અને રિસેસ નો સમય પૂરો થયા બાદ ફરીથી શિક્ષણ કાર્યમાં જોડાઈ જાવ છું ત્યારબાદ થોડા સમય પછી કોલેજ પૂર્ણ થયા બાદ હું ઘરે આવું છું.
ઘરે આવી હું હાથ પગ ધોવી થોડીવાર આરામ કરું છું કોલેજના ગૃહ કાર્ય કરું છું ગામના મિત્રો જોડે થોડીવાર બેસું છું ત્યારબાદ થોડીવાર ટીવી કે મોબાઈલ માં સમય પસાર કરું છુ. ત્યારબાદ માતા પિતાને કામમાં મદદ કરું છું અંને સાંજે ઘરના સભ્યો બધા બેઠા હોય ત્યાં હું પણ થોડીવાર બેસું છું અને તેમની વાતો સાંભળું છું ત્યારબાદ સાંજનું જમવાનું કરીને થોડા સમય બાદ હું વાંચવા માટે બેસું છું અને વાંચવાનું પૂર્ણ કર્યા બાદ ભગવાનને પ્રાર્થના કરી સમયસર સુઈ જાવ છું. આ મારો એક દિવસ આનંદથી પસાર થાય છે.
લિ. વસાવા પિયુષકુમાર
Tuesday, December 16, 2025
વ્યક્તિના ખરાબ કર્મોનું ફળ
આ વાર્તામાં બે એવા પરિવારની વાત કરવામાં આવી છે. જેવો પોતાના કુળદેવી ઓનાં મદદથી લોકોને હેરાન પરેશાન કરતા હતા જે કહાની કંઈક આવી છે.
એ ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે વૃદ્ધ માણસની પત્ની નું મૃત્યુ ભૂતકાળમાં પાંચેક વર્ષમાં થયું હતું. તેમના ત્રણ છોકરાઓ પણ હતા. એક છોકરા જોડે તે રહેતો હતો. જેના પત્ની અને તેમના પણ છોકરા હતા. બીજો છોકરો તેમની બાજુમાં રહેતો હતો પણ તેની સાથે આ છોકરા નો સંબંધ હતો. અને ત્રીજો છોકરો બહાર શિક્ષકની નોકરી કરતો હતો આ વૃદ્ધ માણસનું નામ "કાંતિલાલ" હતું. કાંતિલાલ ના ઘર ની આગળ "ભીમાભાઇ" અને "કમળાબેન" નું ઘર હતું. આ બંને પરિવારમાંથી કાંતિલાલ ભીમાભાઇ કમળાબેન આ ત્રણ જણ આખી રાત દિવસ લોકોને બુરાઈ કર્યા કરતા ભીમાભાઇ ને ત્યાં દારૂનો પણ ધંધો કરતા હતા ભીમાભાઇને ત્યાં મસાની માં મેલડી નું સ્થાનિગ હતું મસામાં મેલડીને દર વર્ષે આઠમના દિવસે બકરાની બલી આપતા જે ભીમાભાઇના ચાર ભાઈઓ પણ હતા જો વારાફરતી માનતા પૂર્ણ કરતા હતા. આ બાજુ કાંતિલાલ ને ત્યાં પણ ભાથીજી મહારાજનું સ્થાનિગ હતું. કાંતિલાલ ને ભાથીજી ઉતરતા અને ભીમાભાઇને મેલડીમાં ઉતરતા હતા. પણ કાંતિલાલ ને ગામમાં કોઈ પસંદ ન કરતા કારણ કે તે લોકોનો કોઈ દિવસ પણ સારું ઈચ્છતા ન હતા. અને લોકો જોડે ખરાબ વર્તન કરતા હતા. ગામના છોકરાઓ શાળામાં રમવા જતા તો તેમને રમવા પણ ન દેતા અને તેમને મારવા પાછળ દોડતા એટલે કાંતિલાલને કોઈ પસંદ ન કરતા. એકવાર તો આ વૃદ્ધ કાંતિલાલે પોતાની દીકરીના પતિને જીવતો કરવા એક રાત ઘરમાં રાખેલો પણ જીવતો ન થયો. ત્યારબાદ થોડા સમય પછી કાંતિલાલના ખરાબ કર્મના કારણે તેમની તબિયત બગડી ત્યારે તેની ચાકરી ન તો તેનો દીકરો કરતો કે ન દીકરા ની પત્ની કરતી જેથી તેની તબિયત વધારે બગડી અને બીમાર પડ્યા અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું હતું.
બોધ: જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું હંમેશા ખરાબ જ થાય છે.
લિ. પિયુષકુમાર વસાવા
Monday, December 15, 2025
સત્યની જીત
એક વખતની વાત છે. એક ગામ હતું. આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. પણ તેમાં સૌથી ઓળખીતું નામ કિશન હતું કિશન ગરીબ હતો. પરંતુ ખૂબ જ મહેનતી અને સત્યવાદી હતો. તે રોજ ગામની બહાર ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે કિશનને જમીન ખોદતા એક જૂનો ઘડો મળ્યો ધડામા સોનાના સિક્કા ભરેલા હતા. થોડીવાર કિશન ડરી ગયો પરંતુ તરત જ તેને તેના પિતાની વાત યાદ આવી કે "દીકરા જે આપણું નથી તે ક્યારેય પોતાનું નહીં માનવું નહીં." કિશન ઘડો લઈને સીધો ગામના વડીલો પાસે ગયો ગામના વડીલો બધું ધ્યાનથી સાંભળ્યું. થોડા સમયમાં ખબર પડી કે આ સોનાનો ઘડો વર્ષો પહેલા ગામના એક વૃદ્ધ વેપારીનો હતો પણ ખોવાઈ ગયેલો ત્યારે તે વૃદ્ધ વેપારીને બોલાવ્યો તેને કિશનને પૂછ્યું "દીકરા તને ખબર હતી કે આ ઘડો કીમતી છે તો પણ તું મને આપ્યો."
કિશન એ નમ્રતાથી જવાબ આપ્યો "હા કારણકે સત્ય અને ઈમાનદારી પૈસાથી વધારે મહત્વની છે."વૃદ્ધ વેપારી કિશનની ઈમાનદારી જોઈ ખૂબ જ ખુશ થયા તેણે ગામના બધા લોકો સામે કહ્યું કે સોનાનો અડધો ભાગ કિશનને ઇનામ તરીકે આપશે. પણ કિસને કહ્યું "મારે ઇનામ નથી જોઈતું મને બસ તમારી ખુશી જોઈએ."ગામના વડાએ કિશનની ઈમાનદારીથી ખુશ થઈને ગામની શાળામાં તેને નોકરી આપી અને આવી રીતે કિશન નું જીવન ગરીબાઈ માંથી બદલાય અને સારું અને સરળ બન્યું અને કિશન ગામનો એક આદર્શ વ્યક્તિ બની સારી રીતે જીવન જીવવા લાગ્યો.
બોધ: ઈમાનદારી માણસને સાચી સફળતા સાચી સફળતા આપે છે.
લિ. પિયુષકુમાર વસાવા
Subscribe to:
Comments (Atom)
Expart Lecture Economics
Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા Date : 23/02/2026 Day : Monday College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY. ...
-
Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા Date : 23/02/2026 Day : Monday College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY. ...
-
અમારી સોસાયટીમાં કચરો સાફ કરવાના બાબત નગરપાલિકા પત્ર વસાવા પિયુષ કુમાર ...
-
હું એક વર્ષ પહેલાં મારા પરિવાર સાથે ગીરનાર પ્રવાસે ગયો હતો. ગીરનાર ગુજરાત રાજ્યના જુનાગઢ શહેર નજીક આવેલો એક પ્રખ્ય...