Sunday, December 28, 2025
મારો એક દિવસ
દરેક દિવસ મારા જીવનમાં નવી સીખ આપતો હોય છે. હું સવારે વહેલા ઉઠું છું અને દાંત સાફ કરું છું ત્યારબાદ હું હું સ્નાન કરું છું અને સ્વચ્છ કપડા પહેરું છું ભગવાનને પ્રાર્થના કરું છું થોડીવાર કસરત કરું છું ત્યારબાદ નાસ્તો કરું છું અને કોલેજ જાઉ છું ત્યાંના શિક્ષકો દ્વારા અમને રોજ નવું જાણવાનું મળે છે, રોજ નવું કંઈક શીખવે છે અને સારી સલાહ આપે છે. અને બપોરે રિસેસના સમયે હું મારા મિત્રો જોડે વાતો કરું છું અને રિસેસ નો સમય પૂરો થયા બાદ ફરીથી શિક્ષણ કાર્યમાં જોડાઈ જાવ છું ત્યારબાદ થોડા સમય પછી કોલેજ પૂર્ણ થયા બાદ હું ઘરે આવું છું.
ઘરે આવી હું હાથ પગ ધોવી થોડીવાર આરામ કરું છું કોલેજના ગૃહ કાર્ય કરું છું ગામના મિત્રો જોડે થોડીવાર બેસું છું ત્યારબાદ થોડીવાર ટીવી કે મોબાઈલ માં સમય પસાર કરું છુ. ત્યારબાદ માતા પિતાને કામમાં મદદ કરું છું અંને સાંજે ઘરના સભ્યો બધા બેઠા હોય ત્યાં હું પણ થોડીવાર બેસું છું અને તેમની વાતો સાંભળું છું ત્યારબાદ સાંજનું જમવાનું કરીને થોડા સમય બાદ હું વાંચવા માટે બેસું છું અને વાંચવાનું પૂર્ણ કર્યા બાદ ભગવાનને પ્રાર્થના કરી સમયસર સુઈ જાવ છું. આ મારો એક દિવસ આનંદથી પસાર થાય છે.
લિ. વસાવા પિયુષકુમાર
Tuesday, December 16, 2025
વ્યક્તિના ખરાબ કર્મોનું ફળ
આ વાર્તામાં બે એવા પરિવારની વાત કરવામાં આવી છે. જેવો પોતાના કુળદેવી ઓનાં મદદથી લોકોને હેરાન પરેશાન કરતા હતા જે કહાની કંઈક આવી છે.
એ ગામમાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. તે વૃદ્ધ માણસની પત્ની નું મૃત્યુ ભૂતકાળમાં પાંચેક વર્ષમાં થયું હતું. તેમના ત્રણ છોકરાઓ પણ હતા. એક છોકરા જોડે તે રહેતો હતો. જેના પત્ની અને તેમના પણ છોકરા હતા. બીજો છોકરો તેમની બાજુમાં રહેતો હતો પણ તેની સાથે આ છોકરા નો સંબંધ હતો. અને ત્રીજો છોકરો બહાર શિક્ષકની નોકરી કરતો હતો આ વૃદ્ધ માણસનું નામ "કાંતિલાલ" હતું. કાંતિલાલ ના ઘર ની આગળ "ભીમાભાઇ" અને "કમળાબેન" નું ઘર હતું. આ બંને પરિવારમાંથી કાંતિલાલ ભીમાભાઇ કમળાબેન આ ત્રણ જણ આખી રાત દિવસ લોકોને બુરાઈ કર્યા કરતા ભીમાભાઇ ને ત્યાં દારૂનો પણ ધંધો કરતા હતા ભીમાભાઇને ત્યાં મસાની માં મેલડી નું સ્થાનિગ હતું મસામાં મેલડીને દર વર્ષે આઠમના દિવસે બકરાની બલી આપતા જે ભીમાભાઇના ચાર ભાઈઓ પણ હતા જો વારાફરતી માનતા પૂર્ણ કરતા હતા. આ બાજુ કાંતિલાલ ને ત્યાં પણ ભાથીજી મહારાજનું સ્થાનિગ હતું. કાંતિલાલ ને ભાથીજી ઉતરતા અને ભીમાભાઇને મેલડીમાં ઉતરતા હતા. પણ કાંતિલાલ ને ગામમાં કોઈ પસંદ ન કરતા કારણ કે તે લોકોનો કોઈ દિવસ પણ સારું ઈચ્છતા ન હતા. અને લોકો જોડે ખરાબ વર્તન કરતા હતા. ગામના છોકરાઓ શાળામાં રમવા જતા તો તેમને રમવા પણ ન દેતા અને તેમને મારવા પાછળ દોડતા એટલે કાંતિલાલને કોઈ પસંદ ન કરતા. એકવાર તો આ વૃદ્ધ કાંતિલાલે પોતાની દીકરીના પતિને જીવતો કરવા એક રાત ઘરમાં રાખેલો પણ જીવતો ન થયો. ત્યારબાદ થોડા સમય પછી કાંતિલાલના ખરાબ કર્મના કારણે તેમની તબિયત બગડી ત્યારે તેની ચાકરી ન તો તેનો દીકરો કરતો કે ન દીકરા ની પત્ની કરતી જેથી તેની તબિયત વધારે બગડી અને બીમાર પડ્યા અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું હતું.
બોધ: જે માણસ બીજાનું ખરાબ કરવા ઈચ્છે છે તેનું હંમેશા ખરાબ જ થાય છે.
લિ. પિયુષકુમાર વસાવા
Monday, December 15, 2025
સત્યની જીત
એક વખતની વાત છે. એક ગામ હતું. આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. પણ તેમાં સૌથી ઓળખીતું નામ કિશન હતું કિશન ગરીબ હતો. પરંતુ ખૂબ જ મહેનતી અને સત્યવાદી હતો. તે રોજ ગામની બહાર ખેતરમાં કામ કરતો હતો. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે કિશનને જમીન ખોદતા એક જૂનો ઘડો મળ્યો ધડામા સોનાના સિક્કા ભરેલા હતા. થોડીવાર કિશન ડરી ગયો પરંતુ તરત જ તેને તેના પિતાની વાત યાદ આવી કે "દીકરા જે આપણું નથી તે ક્યારેય પોતાનું નહીં માનવું નહીં." કિશન ઘડો લઈને સીધો ગામના વડીલો પાસે ગયો ગામના વડીલો બધું ધ્યાનથી સાંભળ્યું. થોડા સમયમાં ખબર પડી કે આ સોનાનો ઘડો વર્ષો પહેલા ગામના એક વૃદ્ધ વેપારીનો હતો પણ ખોવાઈ ગયેલો ત્યારે તે વૃદ્ધ વેપારીને બોલાવ્યો તેને કિશનને પૂછ્યું "દીકરા તને ખબર હતી કે આ ઘડો કીમતી છે તો પણ તું મને આપ્યો."
કિશન એ નમ્રતાથી જવાબ આપ્યો "હા કારણકે સત્ય અને ઈમાનદારી પૈસાથી વધારે મહત્વની છે."વૃદ્ધ વેપારી કિશનની ઈમાનદારી જોઈ ખૂબ જ ખુશ થયા તેણે ગામના બધા લોકો સામે કહ્યું કે સોનાનો અડધો ભાગ કિશનને ઇનામ તરીકે આપશે. પણ કિસને કહ્યું "મારે ઇનામ નથી જોઈતું મને બસ તમારી ખુશી જોઈએ."ગામના વડાએ કિશનની ઈમાનદારીથી ખુશ થઈને ગામની શાળામાં તેને નોકરી આપી અને આવી રીતે કિશન નું જીવન ગરીબાઈ માંથી બદલાય અને સારું અને સરળ બન્યું અને કિશન ગામનો એક આદર્શ વ્યક્તિ બની સારી રીતે જીવન જીવવા લાગ્યો.
બોધ: ઈમાનદારી માણસને સાચી સફળતા સાચી સફળતા આપે છે.
લિ. પિયુષકુમાર વસાવા
Tuesday, November 11, 2025
YouTube
આ youtube ની વેબસાઈટ છે. જેને આપણે ઓપન કરીએ એટલે તેમાં શોર્ટ વિડિયોઝ તેમજ પિક્ચર ચેનલો ન વિડીયો આવે છે આ વેબસાઈટમાં સર્ચ નો ઓપ્શન પણ હોય છે જેમાં આપણે જે પિક્ચર કે ચેનલ જોવું હોય તેનું નામ સર્ચ કરીને જોઈ શકીએ છીએ આ વેબસાઈટમાં આપણે અકાઉન્ટ પણ બનાવી શકીએ છીએ તેમાં વીડિયો અપલોડ કરી શકે છે જેમાં આપણા વ્યુઞ વધતા આપણે તેમાંથી આવક પણ મળે છે. તેમજ આપણી જે ચેનલ હોય તેમાં સબસ્ક્રાઇબ વધતા ગોલ્ડન પે બટન પણ આપવામાં
આવે છે આ વેબસાઈટમાં ડાઉનલોડ નું ઓપ્શન પણ આપેલું હોય છે જેથી આપણને મનગમતો વિડીયો આપણે ડાઉનલોડ પણ કરી શકે છે.
આ વેબસાઈટની બીજી પણ વેબસાઈટો છે જેનું નામ વાઇટી સ્ટુડિયો, youtube કીડ્સ, youtube મ્યુઝીક વગેરે વેબસાઈટ છે. આ વેબસાઈટમાં આપણી કોઈ પ્રોગ્રામ લાઈવ પણ બતાવી શકીએ છીએ આ વેબસાઈટમાં આપણી કોઈપણ વિડીયો જોઈએ છીએ અને તે આપણને પસંદ આવે છે તો આપણે ત્યાં બેલ લાઈકનનું બટન આપેલુ હોય છે તેને પ્રેસ પણ કરી શકે છે અથવા લાઇક કોમેન્ટ કરી શકાય છે. આપણને કોઈપણ માહિતી જે ના સમજાતી હોય તે આ વેબસાઈટ પર જઈ તે માહિતી સમજી શકાય છે. youtube ની આ વેબસાઈટ google સાથે પણ કનેક્ટેડ થયેલી છે જેથી આપણે જે google માં જે માહિતી સર્ચ મારીએ છીએ તે માહિતી youtube પરથી મળી જાય છે આ વેબસાઈટ થી ઘણા લોકો અમુક માહિતી ઘરે બેઠા જાણી શકે છે. આ વેબસાઈટમાં હીસ્ટોરી નું પણ ઓપ્શન છે જેમાં આપણે કોઈપણ વિડીયો જોઈએ છે તે તેમાં બતાવે છે.
આ વેબસાઈટમાં આપણી જે ચેનલ હોય તેમાં આપણે જે વિડિયો અપલોડ કરેલા હોય તેને કેટલા વ્યૂઝ હોય છે કેટલો સમય કેટલા લાયક કોમેન્ટ બધુ અંદર બતાવે છે આ વેબસાઈટમાં થી કેટલી આવક થાય તે પણ બતાવે છે.
આમ આ વેબસાઈટ બહુ મહત્વની છે.
લિ. પિયુષ વસાવા
Tuesday, July 29, 2025
My childhood
Childhood is a beautiful period of life where worries are few and joy is abundant. Tha abundant love family, and tha celebration of festival all thes make childhood memorable. my perents always took great care for me. my mother and father always loved me very much. I was lucky thet got such good perents.
When was a little older and visited tha village for holidays , my mother would call us Home whit a Stick if it got lete, and some time she`d even give as a gentle tap we used to play " tamarind pipali" and my mother would often join in oar games with friends when we were about 12 years old and it was time to go to court , my father would sometimes playfully tie us to a tree and pretend to beat us. We'd stay there for along time, and when we were tired, my mother would weke us up early the next morning to taks to school. When was a little older my mother and father taught me good menneds my mother would give me food and water time, and my father would always get me whatever needes I was lucky that got such good perents.
(Piyush Vasava)
૧૨ ફેલ મુવી
આ મુવી માંથી મહેનત અને સંધષૅ કરવાની પ્રેરણા મળે છે. જેમાં મનોજ નામનો એક છોકરો હોય છે. તેના જીવન ની પ્રવુતિ આ મુવી માં આલેખાયી છે. મનોજ જે 12મા ધોરણમાં ફેલ થયેલો વિદ્યાર્થી છે. જેનૉ સપનું I P S બનાવાનું હતું. તેના ધરની પરિસ્થિતિ બહુજ ખરાબ હોય છે પણ મનોજ ખુબજ મહેનત કરે છે. આમ 12મુ પાસ થયા બાદ તે આગળ પોતાનું સપનું સાચું કરવા માટે આગળ વધે છે. તે ખુબ મહેનત કરે છે એક તો મનોજ પાસે પૈસા ન હોવાથી તે ધરધંટી એ મંજુરી કરવા પણ જાય છે. ત્યાંર બાદ તે ધરે આવી ને વાંચે છે અને ત્રણ કલાક સુવે છે.
મનોજ નો બીજો એક ભાઈ પણ છે. તે બંન્ને પોતાના ધર ની પરિસ્થિતિ સુધારવા માટે એક ટેમ્પો પણ લાવે છે. જેના થી એક બે દિવસ કમાવે પણ છે પણ પુલીસ ચોંકી એ ટેમ્પો જપ્ત કરી લીધો હતો જેથી તે બંન્ને દુઃખી પણ થાઈ જાય છે. ત્યાંર બાદ મનોજ B A કરી. સીવીલ સર્વીસ ની વેપાર માટે ગ્વાલિયર જવા તૈયાર થાય છે. ત્યારે દાદી એ બધા થી સંતાળી રાખી મુકેલા પેન્શન ના પૈસા કઠીન થી કઠીન પરિસ્થિતિમાં પણ ન ઉપયોગ ન કયૉ તે મનોજ ને આપે છે. ને કહે છે કે ઓફિસર બની ને આવજે.
મનોજ ગ્વાલિયર જાય છે. ત્યા તેના પૈસા અને બકસુ ચોરાય જાય છે તેથી તે બે ત્રણ દિવસ હોટલ ભુખ્યો રહે છે. તેને એક દિવસ ત્યાં ખાવાનું પણ માગ્યું હતું તેનો હિસાબ એ ત્યાં વાસણ અજવાળી ને ચુકવે છે. ત્યા પછી તેનો એક મિત્ર મળે છે. તે એને U P S C ની તૈયારી કરવા નવી દિલ્લી લય જાય છે. દિલ્લીમાં તેઓ દિવસે કામ કરી રાત્રે વાંચે છે. ત્યા મનોજ કોચિંગમાં પણ જાય છે. ત્યાં મનોજ ની (શ્રધ્ધા) નામની છોકરી જોડે મિત્રતા થઈ જાય છે. તેઓ રોજ જોડે કોચિંગમાં જાય છે. આ વાત એના મિત્ર ને પસંદ ન હતી. તે એક દિવસ મનોજ જોડે રિસાઈ ને જતો રહે છે. ત્યારબાદ મનોજ U P S C ની પરીક્ષા આપે છે પણ તે અસફળ થાય છે. જેથી તે દુઃખી થાય છે પણ હાર નથી માનતો અને બીજી વાર પરીક્ષા આપે છે. અને પાસ થઈ જાય છે. આમ તે I P S ઓફિસર બની જાય છે.
આમ આ મુવી માંથી આપણને શીખામણ મળે છે કે વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં પણ હોય પણ તે વિચારી લેક મારે કશુંક બનવું છે તો તે મહેનત કરી પોતાનું સપનું પૂરું કરી શકે છે.
પ્રોડ્યુસર નામ :વીનોદ ચોપરા
લિ. પિયુષ વસાવા
Expart Lecture Economics
Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા Date : 23/02/2026 Day : Monday College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY. ...
-
Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા Date : 23/02/2026 Day : Monday College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY. ...
-
અમારી સોસાયટીમાં કચરો સાફ કરવાના બાબત નગરપાલિકા પત્ર વસાવા પિયુષ કુમાર ...
-
હું એક વર્ષ પહેલાં મારા પરિવાર સાથે ગીરનાર પ્રવાસે ગયો હતો. ગીરનાર ગુજરાત રાજ્યના જુનાગઢ શહેર નજીક આવેલો એક પ્રખ્ય...
